• Home
  • સારી_દિકરીની_વ્યાખ્યા_શું?????

સારી_દિકરીની_વ્યાખ્યા_શું?????

October 10, 2018

મેડમ ,,#સારી_દિકરીની_વ્યાખ્યા_શું?????

મારે બહુ દુ:ખ સાથે કહેવું પડ્યું, 
આપણા પુરુષપ્રધાન સમાજે એવી વ્યાખ્યા આપી છે કે,, જે દીકરી સંસ્કારી અને શરમાળ હોય, મૌનના સંસ્કાર ધારણ કરે, ઓછી દલીલો કરે ,ઓછી ઉછળકૂદ કરે ,હંમેશા સમાજની મર્યાદા અને ત્યાગ બલિદાન ની મુરત બને તે સારી દીકરી ,,,,,,,

પરંતુ બદલાતા સમય સાથે હવે આવી વ્યાખ્યામાં પણ ફેરફાર કરવો આવશ્યક છે
સારી દીકરી એ કહેવાય જે ભારતીય સંસ્કૃતિની મર્યાદા સાથે જ માતા-પિતાની આજ્ઞાનું પાલન કરે પરંતુ જે પોતાના જીવન અંગેના નિર્ણય માતા પિતાની સંમતિ સાથે કરી શકે ,જે અન્યાય સામે પ્રતિકાર કરતા શીખે ,સ્વવિકાસની ભાષામાં વિચારતી થાય અને પોતાના ઉજ્જવળ કારકિર્દી અને શ્રેષ્ઠ જીવન માટે પ્રયત્નશીલ રહે તેને ઘણી શકાય દીકરીઓ સાથે આવી ચર્ચા દ્વારા અનહદ આનંદ ની લાગણી બંને પક્ષે અનુભવાય છે