• Home
  • About US More Details
About US More Details

ડો. રાજુલ દેસાઈનો જન્મ શ્રીમતિ બબુબેન દેસાઈ અને શ્રી લલ્લુભાઇ દેસાઈના ઘરે 10-જૂન-1978 નો રોજ હિમ્મતનગરમાં થયો. 
 
માતા-પિતાના સંસ્કારો તેમજ સેવાભાવી વિચારો તેમને વારસામાં પ્રાપ્ત થયા. પિતા શ્રી લલ્લુભાઈ દેસાઈ ખ્યાતનામ એડવોકેટ અને સેવાભાવી વિચારો ધરાવતા હોવાથી શ્રી રાજુલ દેસાઈને  નાનપણમાં જ કાયદાકીય જ્ઞાન અને માણસોની સેવા કરવાના વિચારો પિતા જોડેથી પ્રાપ્ત થયા.
 
 
1990માં સાયકોલોજી સાથે ગ્રજ્યુએશન પૂરું કર્યા બાદ હિમ્મતનગર ખાતે ક્રિમિનોલોજીમાં પોસ્ટ ગ્રજ્યુએશન કર્યું. 2011માં કાયદો મહિલા વિકાસ અને અસમાનતા વિષય ઉપર પી.એચ.ડી પૂર્ણ કરી. જૂન 2005 થી પાલનપુર લો કોલેજ ખાતે પ્રોફેસર તરીકે કાર્યરત થયા.
 
2012માં જી.પી.અસ.સી ક્લાસ ટુની પરીક્ષા પાસ કરી અમદાવાદમાં કે.કા શાસ્ત્રી સરકારી લો કોલેજ ખાતે પ્રોફેસર તરીકે હાજર થયા.  પારિવારીક જવાબદારી ઓનેઅદા કરવા માટે તેમણે નોકરી છોડવાનો નિણઁય લીધો હતો.આજના યુગમાં ભણેલી સ્ત્રી અને તેમાં પણ પ્રોફ્રેસર તરીકે ની નોકરી છોડવાનો નિર્ણય લેવો તે બહુ મોટી વાત છે. નોકરી છોડવાની વાત ગાંધીનગર પહોંચી ત્યારે ડીસામાં ભાજપ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને પાર્ટી માં જોડાઈ જનસેવા કરવાનો પ્રયત્ન મુકવામાં આવ્યો. ડો.રાજુલ દેસાઈ પરિવારની જવાબદારી સાથે આ કાર્ય સરળતાથી કરી શકે તેમ હતા તેથી તેઓએ આ પ્રસ્તાવ નો સ્વીકાર કર્યો.. અને રાજકારણ માં પ્રવેશ્યા.પાર્ટી દ્વારા એ બાબત બાબતની નોંધ લેવાય કે બનાસકાંઠામાં રબારી કોમ્યુનિટીનું પ્રભુત્વ વધારે છે.  તેથી આ વિસ્તારમાં શિક્ષણ નું સ્તર ઊંચું લાવવાનું કામ તેમને સોપવામાં આવ્યું. અત્યારે ડો.રાજુલ દેસાઈ ભાજપનો ગુજરાત પ્રદેશ મહિલા કારોબારીમાં છે.
પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણમાં પ્રગતિ લાવવા માટે ઓગસ્ટ 2015 માં ડીસા ખાતે લો કોલેજની સ્થાપના કરી.
 
તેમજ ઉત્તર ગુજરાતમાં મહિલાઓ અને બાળકોના હિત જળવાઈ રહે તે માટેના કર્યો કરે છે. બાળ-આયોગ ના ડાયરેક્ટર હોવાના નાતે બાળકોના હિત શરક્ષણ તેમજ તેમનું યોગ્ય શરક્ષણ થાય તેવા કર્યો કરે છે.  
 
જે તે જિલ્લાના અધિકારીઓ  બેઠક યોજી બાળ અધિકારોને લગતી સમસ્યાઓ, વિવિધ પ્રશ્નો તથા નિરાકરણ માટે તંત્રની સાથે કાર્યરત છે. બાળકોને લગતી વિવિધ સરકારની યોજનાઓનો લાભ બાળકોને મળી રહે તે માટે બાળ અધિકાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો થાકી અમલીકરણ કરવા અર્થે પ્રયત્નશીલ છું. 
 
             ડોક્ટર રાજુલ દેસાઈ એ સામાજિક અને શૈક્ષણિક પછાત સમાજમાંથી આવે છે સાથે સાથે પિતાના રહેલી કાયદાકીય લાયકાતને પણ તેમની ઉજાગર કરી છે 2012માં gpsc ક્લાસ અને કે.કા.શાસ્ત્રી વિદ્યાસંકુલ મણિનગર ખાતે નોકરી કર્યા બાદ પોતાના વડીલો ની ઈચ્છા અમદાવાદ  નોકરી નથી કરી પરંતુ બનાસકાંઠામાં રહીને જ આગળ વધો  તો તેમની વાતને પણ સન્માનપૂર્વક સ્વીકારી અને નોકરી રાજીનામું આપી દિધેલ આજના જમાનાની દીકરીઓ કદાચ આટલું ત્યાગ અને બલિદાન કરવા ક્યારેય તૈયાર ન થાય પણ એ કામ પણ રાજુલબેન ના સંસ્કાર અને લાગણી કરી બતાવ્યું ત્યારબાદ તેમને ડીસા ખાતે સાથે રહીને નવીન લો કોલેજબનાસકાંઠા જિલ્લામાં લાવી  આ જિલ્લાના વિદ્યાર્થીઓને કાયદાનું શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડતી કોલેજ  સાબિત કરી દીધી છે કર્યો કોઈએ સાચું જ કહ્યું છે કે કદમ અસ્થિર હો એને રસ્તો નથી જડતો અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો તેવી જ રીતે ડોક્ટર રાજુલબેન દેસાઇએ મક્કમ મનોબળથી આજે સર્વોદય વિદ્યા સંકુલ ખાતે  2018માં  નવીન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શરૂ કરેલ છે  અને  સિદ્ધિ માં વધારો કરે છે ડોક્ટર રાજુલબેન દેસાઈએ પોતાની શૈક્ષણિક લાયકાત પોતાના સંસ્કારો  પોતાની મહેનત અને કાર્યપદ્ધતિ  અને ખાસ સમાજસેવાના  જે ગુણો તેમને પિતાના વારસામાં મળ્યા છે એના થકી બનાસકાંઠા જિલ્લામાં આગવી ઓળખ ઊભી કરી દીધી છે