• Home
  • Work for woman
Work for woman

ભારત દેશની એક શિક્ષિત મહિલા જે બક્ષીપંચ સમાજ અને  ખાસ માલધારી સમાજમાંથી એક કાયદાના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાંવું છું. તરારે મહિલાઓ માટે સતત મહિલા સમાનતા, ઘરેલુ હિંસા સામે રક્ષણ, જાતીય ભેદભાવો અંગે જાગૃતતા, દહેજ પ્રથા, કુપોષણ તથા અન્ય મહિલાઓમાટે વિશેષ કાયદાકીય જાણકારી આપતા મારી લો કોલેજ મારફત મફત કાનૂની સહાય અને માર્ગદર્શક કેન્દ્ર ચલાવું છું. જેના થકી વિવિધ પછાત વિસ્તારો, સ્લમ એરિયા, ગ્રામીણ વિસ્તારોમાં જઈને કાનૂની માર્ગદર્શન શીબીર, મહિલા જાગૃતિ શિબિર જેવા કાર્યક્રમો યોજી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છું. મહિલાઓની કાયદાકીય અને સામાજિક અસમાનતા મુદ્દે P.hD કરેલ હોવાથી અને બનાસકાંઠા જિલ્લા મહિલાઓની સાક્ષણિક અને સામાજિક પરિસ્થિતિ પર સંશોધન કરેલ હોવાથી તેમને ખુબ જ સારી રીતે  મહિલાઓના પ્રસ્નો અને નિરાકરણ લાવવા કાઉન્સેલિંગ પણ કરું છું. બનાસકાંઠા જિલ્લામાં લગભગ બધા તાલુકામાં "બેટી બચાઓ બેટી પઢાઓ" અભિયાન જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી ભાઈનું સ્વપ્ન છે  સાર્થક કરવા વિવિધ કાર્યક્રમો યોજ્યા છે. મહિલા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વિવિધ યોજનાઓની સમજણ પણ મારી બહેનોને આપી લાભાન્વિત કરવું છું. બનાસકાંઠા જિલ્લામાં ભાજપની વિચારધારા અને વ્યાપ વધારવા મહિલા સમ્મેલનો યોજેલ છે.